Friday, 16 December 2016

ટલ્લી કિમ જોંગે સૈનિકો પાસે રાતભર કરાવ્યું આ કામ, ઓફિસર્સ રડવા લાગ્યા

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉન એ દારૂના નશામાં ધૂત થઇને પોતાના સર્વોચ્ચ સૈન્ય અધિકારીઓને તેમની ભૂલ માટે આખી રાત માફીપત્ર લખવાનો આદેશ કર્યો હતો. જ્યારે સવાર પડી તો કિમ જોંગ-ઉન પોતાના
આ આદેશને ભૂલી પણ ગયા હતા.
આ ઘટના આ વર્ષે સપ્ટેમ્બરમાં બની હતી. જ્યારે પોતાના હોલિડે વિલામાં દારૂ પીને કિમ જોંગ-ઉન એ વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને એક પેપર પર પોતાની ખામીઓ અને તેના માટે માફી લખવાનું કહ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સના મતે કિમ એ તમામ ઓફિસર્સને આખી રાત જાગવા માટે પોતાનું નિવેદન લખવાનું કહ્યું, પરંતુ બીજા દિવસે સવારે કિમ જોંગના ઉઠવા પર તમામ સૈન્ય અધિકારીઓને જોઇ કિમ જોંગ હેરાન થઇ ગયા હતા.
તેમને સમજાતું નહોતું કે તમામ સૈન્ય અધિકારી અહીં કેમ છે. કિમે સવારે ઉઠતાની સાથ જ સૈન્ય અધિકારીઓને કહ્યું કે તમે બધાં અહીં કેમ ભેગા થયા છો?
ત્યારબાદ તમામ ઓફિસર્સ જોરજોરથી રડવા લાગ્યા. અધિકારીઓને રડતાં જોઇને કિમ જોંગે તેમને જવાની મંજૂરી આપી દીધી. આ પહેલીવખત નથી થયું જ્યારે કિમ જોંગ નશામાં હોય ત્યારે આવું કંઇ પણ કરે છે.

No comments:
Write comments

Recommended Posts × − +