Friday, 16 December 2016

ગૃહ મંત્રાલયે કહ્યું, તાત્કાલિક ડિલિટ કરો આ ચાર એપ, પાક. કરે છે જાસૂસી

કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક એલર્ટ જાહેર કર્યું છે. મંત્રાલય દ્વારા ચાર એપ્લિકેશનને મોબાઈલમાંથી ડિલિટ કરવાનું કહેવામાં આવ્યું છે. આ ચેર એપ દ્વારા પાકિસ્તાન જાસૂસી કરી રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેથી
મંત્રાલયનું કહેવું છે કે જો તમે આ ચાર એપ્સનો ઉપયોગ કરી રહ્યા હો તો તેને તાત્કાલિક ડિલિટ કરી દો. આ એપના નામ ટોપ ગન, એમપીજુંક, બીડીઝુંકી અને ટોકિંગ ફ્રોગ છે. સરકારી એડવાઇઝરી મુજબ પાકિસ્તાન યૂઝર્સનો સિક્રેટ ડેટા ચોરી શકે છે. તેથી આ ચાર એપને તાત્કાલિક ડિલિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પાકિસ્તાન કરી રહ્યું છે જાસૂસી
પાકિસ્તાની એજન્સીઓ ભારતમાં મોબાઈલ એપમાં માલવેર વાયરસ મોકલીને જાસૂસી કરી રહી છે. ગૃહ મંત્રાલયને આ જાણકારી મળતાં જ દેશના તમામ સુરક્ષા દળો અને રાજ્યોની ગુપ્ત એજન્સીઓને પત્ર લખીને આ મોબાઈલ એપ ડાઉનલોડ નહીં કરવાનો નિર્દેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયના કહેવા મુજબ આ એપમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ વાયરસ મોકલીને યૂઝર્સનો ડેટા મેળવી રહી છે. આ ઉપરાંત પૂર્વ સૈનિકોને નોકરીના નામે કે નાણાકીય સહાયતાની આડમાં જાસૂસીના પ્રયાસમાં ફસાવ્યાના દેશભરમાં સાત મામલા સામે આવ્યા બાદ આ અંગે પણ એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.
1. Top Gun
આ એક ગેમ એપ છે. આ એપ દ્વારા આઈએસઆઈ યુઝર્સના સિક્રેટ ડેટા ચોરી કરી રહ્યું છે, જેથી ગૃહ મંત્રાલયે સ્માર્ટફોન યુઝર્સને આ એપ ડિલિટ કરવા જણાવ્યું છે.
2. Mp junkie
આ એક મ્યૂઝિક એપ છે. આ એપનો યુઝર્સ જ્યારે સોંગ ડાઉનલોડ કરે ત્યારે ખબર ન પડે તેવી રીતે તેની સાથે માલવેર મોકલવામાં આવે છે. આ માલવેર યુઝર્સની ડિટેલ ચોરી લે છે.
3. Vd junky
આ એક વીડિયો એપ છે. સ્માર્ટફોન યુઝર્સ જેવી આ એપ ઈનસ્ટોલ કરે છે કે તરત જ તેની જાણકારી એપના એડમિનને શેર કરવા લાગે છે. જે સુરક્ષા માટે ખતરો સાબિત થઈ શકે છે.
4. Talking frog
આ એક એન્ટરટેનમેન્ટ એપ છે. જ્યારે તમે આ એપ ઈન્સ્ટોલ કરો ત્યારે તમારી મરજીથી તમામ પરમિશન લે છે. જે બાદ તમારા કોન્ટેક્ટ, મેમરી અને બીજી ઈન્ફોર્મેશનનો ઉપયોગ કથિત રીતે દેશના શત્રુઓ દ્વારા કરવાની સંભાવના વધી જાય છે.

No comments:
Write comments

Recommended Posts × − +