ડિજીટલ અને કેશલેસ પેમેન્ટસને પ્રોત્સાહિત કરવા માટે નીતિ આયોગે આજે ગ્રાહકો અને દુકાનદારો માટે ઇનામની જાહેરાત કરી. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે પ્રેસ કોન્ફરન્સ કરીને 25મી ડિસેમ્બરથી આવતા 100 દિવસ સુધી ‘લકી ગ્રાહક યોજના’ અંતર્ગત 15,000 ગ્રાહકોને દરરોજ 1000 રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી. આ સિવાય વેપારીઓ માટે પણ ‘ડિજિ ધન યોજના’ અંતર્ગત રૂ.50,000ન આપવાની જાહેરાત કરી.
અમિતાભ કાંતે કહ્યું કે એક સપ્તાહમાં ડિજીટલ પેમેન્ટ કરનાર દુકાનદારોને એક સપ્તાહમાં 7,000 એવોર્ડ અપાશે. અમિતાભ કાંતે કહ્યું કે ક્રિસમસ ડે થી શરૂ થઇ રહેલ ‘લકી ગ્રાહક યોજના’ અંતર્ગત એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટસ કમિશન ઓફ ઇન્ડિયાની તરફથી આવતા 100 દિવસ સુધી 15000 વિજેતાઓને દરરોજ રૂપિયા 1000નું ઇનામ અપાશે. આ સિવાય 14મી એપ્રિલના રોજ ત્રણ મેગા ડ્રો પણ થશે. તેમાં વિજેતાઓને 1 કરોડ, 50 લાખ, અને 25 લાખ રૂપિયાનું ઇનામ અપાશે.
અગાઉ નાણાંમંત્રી અરૂણ જેટલીએ પણ કેશલેસ ઇકૉનોમીને પ્રોત્સાહિત કરવા માટે ડિજીટલ પેમેન્ટસ પર 11 ટ્રાન્ઝેકશન્સ પર ડિસ્કાઉન્ટસની જાહેરાત કરી હતી. તેમાં વીમા, રેલવે, અને પેટ્રોલ પંપ પર ખરીદી સહિત કેટલાંય અગત્યના ટ્રાન્ઝેકશન્સ સામેલ છે.

No comments:
Write comments