કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારના રોજ વડાપ્રધાનના ‘ખાનગી ભ્રષ્ટાચાર’ની માહિતી હોવાનો સનસનીખેજ દાવો કર્યો હતો પરંતુ કોંગ્રેસના સહયોગી દળોને બિલકુલ અંદાજ નથી કે આખરે રાહુલ ગાંધી કંઇ વાત જાણે છે. તેમને એ પણ નથી ખબર કે રાહુલ ગાંધી આ પ્રકારનો દાવો કયા આધાર પર કરી રહ્યાં છે. સહયોગી દળોની ફરિયાદ છે કે આ દાવો કરતાં પહેલાં તેમણે અમને વિશ્વાસમાં પણ લીધા નથી.
ગઇકાલની પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ આક્રમક તેવર સાથે વડાપ્રધાનની વિરૂદ્ધ ભ્રષ્ટાચારની માહિતી હોવાનો દાવો કર્યો હતો. જો કે ત્યાં હાજર ત્રણ સહયોગી દળોના પ્રતિનિધિઓએ સ્વીકાર કર્યો હતો કે રાહુલની આ ‘વિસ્ફોટક માહિતી’ અંગે અમને કંઇ જ ખબર નથી.
તેમાંથી એક સહયોગી દળના પ્રતિનિધિ સાંસદે અંગ્રેજી અખબારને જણાવ્યું, ‘અમને કંઇ ખબર નથી કે રાહુલ શેના અંગેની વાત કરી રહ્યાં છે.’ આ વાત એટલે અગત્યની થઇ જાય છે કારણ કે બુધવારના રોજ મીડિયાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ ઇશારો કર્યો હતો કે તેમની પ્રેસ કોન્ફરન્સમાં હાજર તમામ વિપક્ષી દળ વડાપ્રધાનના કથિત ભ્રષ્ટાચારના ‘રાઝ’ થી વાકેફ છે.
સાથો સાથ બે અન્ય વિપક્ષી દળોએ એ પણ કહ્યું કે પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીની વિરૂદ્ધ આ પ્રકારનો દાવો કરતાં પહેલાં તેમને વિશ્વાસમાં લીધા નહોતા.
એક સહયોગી દળના પ્રતિનિધિએ તો કહ્યું કે હંગામાના લીધે સ્પીકર દ્વારા લોકસભાની કાર્યવાહી સ્થગિત કર્યા બાદ અમે એક બેઠક કરી હતી. ત્યારે અમને રાહુલની આ અચાનક પ્રેસ કોન્ફરન્સવાળા પ્લાનની ખબર પડી. અમને તો બિલકુલ ખબર જ નહોતી કે તેઓ શું કહેવાના છે. તેઓ કયાં આધાર પર દાવો કરી રહ્યાં છે અમને એની કંઇ જ ખબર નહોતી.
આપને જણાવી દઈએ કે તૃણમૂલ કૉંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય, એનસીપીની તારિક અનવર, આરએસપીના એનકે પ્રેમચંદન, સીપીએમના પી.કરૂણાકરન, અને એયુડીએફના બદરૂદીન અજમલ વિપક્ષની આ સંયુકત પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા.

No comments:
Write comments