Saturday, 17 December 2016

કેશલેસ સિસ્ટમનો ઉપયોગ કરતાં દરેકને વાંચવા જેવો ચોંકાવનારો કિસ્સો

આજકાલ નોટબંધી અને નોટોની અછતના કારણે લોકો કેશલેસ સિસ્ટમ તરફ વળ્યા છે જે ઘણું ફાયદાકારક છે. પરંતુ તેનો ઉપયોગ થોડી સાવધાનીથી કરવો જરૂરી છે. હિંમતનગર તાલુકાના રામપુર(જાંબુડી)ગામમાં રહેતા ખેડૂતને અજાણ્યા શખ્સે ફોન કરી સ્ટેટ બેંકમાંથી મેનેજર મિશ્રા બોલુ છું ? તેમ કહીં એટીએમ ઉપરનો ૧૬ આંકડાનો નંબર જાણી લીધા બાદ તેમના ખાતામાંથી ઓનલાઈન રૃા.૪૮ હજાર જેટલી રકમ ઉપાડી લેતા ખેડૂતે તેમની સાથે થયેલી છેતરપીંડી બાબતે ગાંભોઈ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
હિંમતનગર તાલુકાના રામપુર(જાંબુડી)માં રહેતા ખેડૂત જ્યંતિભાઈ હિરાભાઈ પટેલને ગત તા.ર૧ ઓક્ટોબરના રોજ તેમના મોબાઈલ નંબર ઉપર અજાણ્યા શખ્સોનો ૯૧૮૪૦૭૭૯પ૧ર નંબર ઉપરથી ફોન આવ્યો હતો. જેમાં શખ્સે ‘હું સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની હિંમતનગર શાખામાંથી મેનેજર મીશ્રા બોલું છું ? તેમ કહી જ્યંતિભાઈને વિશ્વાસમાં લઈ જણાવ્યુ હતુ કે, તમારું એટીએમ કાર્ડની વેલીડીટી પુર્ણ થઈ ગઈ છે અને તેમને એટીએમ કાર્ટ નવું આપવામાં આવશે.
જેથી તમારા એટીએમ કાર્ડ ઉપર જે ૧૬ આંકડાનો કોર્ડ જણાવો, ત્યાબાદ ખેડૂત જયંતિભાઈ ૧૬ આંકડાનો નંબર જણાવ્યા બાદ ૧ કલાકની અંદર તેમના બેંકના ખાતામાંથી રૃા. ૪૮,૭પ૦ રૃપિયા આ શખ્સે ઓનલાઈન ઉપાડી લીધા હતા. જે અંગેનો એસ.એમ.એમ જ્યંતિભાઈના મોબાઈલ નંબર ઉપર આવતાં તેઓએ તાત્કાલીક હિંમતનગરની સ્ટેટ બેંકની શાખાનો સંપર્ક કર્યો હતો પરંતુ આ બાબતે બેંકના અધિકારીઓએ હાથ અધ્ધર કરી ઉડાઉ જવાબો આપ્યા હતા. જેથી જ્યંતિભાઈએ આજે ગાંભોઈ પોલીસ મથકે તેમની સાથે થયેલ છેતરીપીંડી અંગે ગાંભોઈ પોલીસ મથકે ફોન કરી ઓનલાઈન રકમ ઉપાડનાર શખ્સ વિરૃધ્ધ ફરીયાદ નોંધાવતાં પીએસઆઈ જી.વી.ગોહીલે કોલ ડીટેઈલ સહિતની તપાસ હાથ ધરી છે.

No comments:
Write comments

Recommended Posts × − +