પેટીએમને તેના જ ગ્રાહકોએ 6.15 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. કંપનીની ફરિયાદ પર સીબીઆઈએ FRI નોંધી છે. આમાં અનોખી વાત તો તે છે કે, કોઈ કંપનીની ફરિયાદ પર સીબીઆઈએ એફઆઈઆર નોંધી છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના સૂચનાથી જ કેસ નોંધે છે. CBIએ દિલ્હીના કાલકાઝી, ગોવિંદપુરી અને સાંકેતમાં રહેનાર 15 ગ્રાહકો તથા પેટીએમની પેતૃક કંપની વન97 કોમ્યુનિકેશનના અજ્ઞાત અધિકારી વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે.
કંપનીના કાનૂની મેનેજર એમ શિવકુમારે આ વિશે ફરિયાદ કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, કંપની કોઈ ગ્રાહકને મળેલી ખરાબ વસ્તુ માટે તેના પૈસા રિફંડ કરે છે, અને ખરાબ વસ્તુને મંગાવીને મર્ચન્ટને મોકલે છે. આ કામ કંપનીમાં પસંદગી પામેલા ગ્રાહક સેવા અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. તેમને આઈડી અને પાસવર્ડ પણ આપવામાં આવે છે. ફરિયાદ અનુસાર 48 કેસમાં જાણવા મળ્યું છે કે, ગ્રાહકોને વસ્તુ મળી ગઈ હોવા છતા તેમને રિફંડ કરવામાં આવ્યું છે. જેથી ગ્રાહકોને ઓર્ડરનું સામાન પણ મળ્યો અને રિફંડ પણ આપવામાં આવ્યું. કંપનીને લાગે છે કે, આમા કોઈ ગડબડ થઈ છે. કંપનીને લાગે છે કે, આવું જાણી જોઈને કરવામાં આવ્યું છે અને કંપનીને નુકશાન પહોંચાડ્યું છે.

No comments:
Write comments