Saturday, 17 December 2016

31 માર્ચ 2017 બાદ પણ ફ્રિ મળશે રિલાયન્સ જિયોની સર્વિસ !

રિલાયન્સ જિયોની ફ્રિ કોલિંગ અને ડેટા સર્વિસ 31 માર્ચ 2017 બાદ પણ ચાલું રહી શકે છે. ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો અનુસાર, એરટેલ, વોડાફોન અને આઈડિયા જેવી ટોપ ટેલિકોમ કંપનિઓ રિલાયન્સ જિયોથી ટક્કર લેવા માટે જિયોની જેમ જ ફ્રિ કોલિંગ અને ડેટા પ્લાન રજૂ કરી રહી છે. ઉલ્લેખનિય છે કે, રિલાયન્સ જિયોનો હેપ્પી ન્યૂયર પ્લાન હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે, જેની વેલિડિટી 31 માર્ચ 2017 સુધી છે.
જિયોની થઈ ઈફેક્ટ
રિલાયન્સ જિયોના અનલિમિટેડ વોઈસ કોલ અને ફ્રિ ડેટા ઓફર બાદ અન્ય કંપનીઓને પણ પોતાના કોલ રેટ અને ઈન્ટરનેટ ડેટા પેક્સની કિંમતમાં ઘટાડો કરવો પડ્યો હતો. જિયોના કારણે વોડાફોન, એરટેલ અને આઈડિયા જેવી કંપનીઓમાં સસ્તા પ્લાન રજૂ કરવાની હરિફાઈ લાગેલી છે. એરટેલ બાદ બધી જ કંપનીઓ અનલિમિટેડ ફ્રિ કોલિંગ પ્લાન બાદ ફ્રિ ડેટા ઓફર રજૂ કરી રહી છે.
આગળ વધી શકે છે જિયોનો ફ્રિ ઓફર
એચએસબીસીમાં ટેલિકોમ એનાલિસ્ટ રાજીવ શર્મા અનુસાર, વર્તમાન સમયમાં અન્ય કંપનીઓ પોતાના ડેટા અને કોલિંગ પેક્સની કિંમતોમાં ઘટાડો કરતી રહેશે તો જિયો પોતાની ઓફર 31 માર્ચથી આગળ વધારી શકે છે. નિષ્ણાતોએ આ બાબતમાં સહમતિ દર્શાવી છે.
જિયોની ટક્કરમાં આવી અન્ય કંપનીઓ
દેશમાં સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલ ફ્રિ કોલિંગ ટેરિફ પ્લાન રજૂ કરીને દર્શાવી દીધું છે કે, તે જિયોથી ટક્કર લેવા માટે તૈયાર છે. એરટેલના ગ્રાહક જિયોથી આકર્ષિત ના થાય તે માટે તે પોતાના યૂઝર્સને સસ્તી સર્વિસ આપી રહી છે. હાલમાં જિયો ફ્રિમાં સર્વિસ આપી રહી છે. જેથી હાલમાં અન્ય કંપનીઓમાં સસ્તા પ્લાનને લઈને હરિફાઈ લાગી ગઈ છે.

No comments:
Write comments

Recommended Posts × − +