શું છે મામલો
- આ મામલો ગ્વાલિયર પોલીસ સ્ટેશનનો છે. મિર્ઝાપુર વિસ્તારમાં ભોલા રોઠાડ તેની પત્ની રજની અને બાળકો સાથે રહે છે. રજની અને ભોલાને 2 વર્ષનો દીકરો પણ છે.
- રજનીના ભાઈના લગ્ન છે અને તેણે પતિ પાસે પિયર જવાની જિદ કરી રહી હતી. પતિ ભોલાએ કહ્યું હતું કે, જે દિવસે લગ્ન છે તે દિવસે સાથે જઈશું. તેનાથી રજની નારાજ થઈ ગઈ.
- શુક્રવારે સાંજે ફરીથી રજનીએ પિયર જવાની જિદ કરી તો ભોલાએ ના પાડી. ભોલા મુજબ રજની વાતને ગંભીરતાથી લેશે તેનો અંદાજ નહોતો.
રાત્રે સાથે જમ્યા હતા
- રાત્રે બંને સાથે જમ્યા હતા અને બાદમાં ઉંઘવા ચાલ્યા ગયા. રાત્રે જ્યારે બાળક રડવાનો અવાજ સંભળાતા પરિવારજનો જાગ્યા ત્યારે રજની છત સાથે લટકી ગઈ હતી.
- પિયર ન જવા દેવાથી નારાજ થયેલી રજનીએ સાડીને ફંદો બનાવ્યો અને ગળામાં નાંખીને સુસાઈડ કરી લીધું.
- પરિવારજનોએ રજનીનો મૃતદેહ છત પરથી ઉતાર્યો અને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું.
પોલીસ તપાસમાં લાગી
- આ દરમિયાન પોલીસને પણ સુસાઈડની ખબર પડી અને તરત મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો.
- પોલીસને સમગ્ર મામલો શંકાસ્પદ લાગી રહ્યો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે. ઉપરાંત પતિની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

No comments:
Write comments