Monday, 12 December 2016

બ્રોકરેજ હાઉસના ફેવરેટ છે આ 5 શેરો, ઊંચુ રિટર્ન મેળવવા કરો રોકાણ..





નવી દિલ્હીઃ સ્ટોક માર્કેટમાં છેલ્લા થોડા દિવસોથી ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ કારણોથી રોકાણકારો પણ મૂંઝવણમાં છે. ફેડ દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવામાં આવે તેવી શકયતા પણ છે. એવામાં અમે તમારા માટે કેટલાક એવા સ્ટોકસ લઈને આવ્યા છે. જેની પર તમારે રોજ નજર રાખવાની જરૂર છે. આ સ્ટોકસ હંમેશા બ્રોકરેજ હાઉસીસના ફેવરેટ રહ્યા છે.... 

ડાયનેમિક લેબલ્સ ( આઈટીઆઈ)... 

ડાયનેમિક લેબલ્સે ટેકનોલોજી કંપની આઈટીઆઈમાં રોકાણની સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસે સ્ટોકસ માટે 55 રૂપિયાનું ટાર્ગેટ આપ્યું છે. કંપની જીએસએમ ટેકનોલોજી અંતર્ગત મોબાઈલ કંપનીઓની પ્રોડકટોનું ઉત્પાદન કરે છે. ડિફેન્સ સેકટર માટે અનક્રિપ્ટેડ ટેલિકોમ્યુનિકેશન ડિવાઈસ બનાવવાની જરૂરિયાતને કારણે કંપનીને બિલ મળ્યું છે.   

જીઈપીએલ કેપિટલ (ગ્રેન્યુલ્સ ઈન્ડિયા)... 
બ્રોકિંગ ફર્મ જીઈપીએલ કેપિટલે એક વર્ષના ટાર્ગેટ સાથે ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયામાં રોકાણની સલાહ આપી છે. સ્ટોકસ માટે 134 રૂપિયાનું ટાર્ગેટ આપ્યું છે. બ્રોકિંગ ફર્મના જણાવ્યા પ્રમાણે, છેલ્લા પાંચ વર્ષમાં કંપનીના નફામાં વધારો થયો છે. કંપનીના સંચાલકોને નફાના અંકોમાં ગ્રોથની આશા છે.... 


કેઆર ચોકસી ( સ્ટરલાઈટ ટેક)... 

બ્રોકિંગ ફર્મ કેઆર ચોકસીએ સ્ટરલાઈટ ટેકમાં રોકાણની સલાહ આપી છે. બ્રોકિંગ ફર્મે સ્ટરલાઈટ ટેકમાં 127 રૂપિયાના ટાર્ગેટની સાથે રોકાણની સલાહ આપી છે. બ્રોકિંગ ફર્મના જણાવ્યા પ્રમાણે, ઓપ્ટિકલ કોમ્યુનિકેશન પ્રોડકટ જેવી કે ઓપ્ટિક ફાઈબર્સ, ફાઈબર ઓપ્ટિક કેબલ્સ અને ડેટા કેબલ્સ બનાવવામાં અગ્રણી કંપની છે. ઘરેલું બજારમાં 4જી, 3જી સેવામાં વ્યાપ અને સમગ્ર દેશમાં વાઈ-ફાઈ હોટસ્પોટ સર્વર લગાવવાને કારણે કંપનીના ગ્રોથની શકયતા... 

એક્સિસ ડાયરેકટ(એન્ડયૂરેન્સ ટેકનોલોજી)... 

એક્સિસ ડાયરેકટે ઓટો કોમ્પોનન્ટસ જેવા સસ્પેસન, ટ્રાન્સમિશન અન બ્રેક સિસ્ટમ બનાવનારી કંપની એન્ડયુરેન્સ ટેકનોલોજીમાં 700 રૂપિયાના ટાર્ગેટની સાથે રોકાણ કરવાની સલાહ આપી છે. બ્રોકિંગ ફર્મના જણાવ્યા પ્રમાણે, મોટરસાઈકલના પારંપરિક શોક ઓબઝર્વર અને તમામ મોટરસાઈરલના પારંપરિક શોક ઓબઝર્વરમાં ફેરફારના કારણે ગ્રોથની શકયતા યથાવત રહેશે. એપ્રિલ 2018થી કમ્બાઈન્ડ બ્રેક સિસ્ટમ લાગૂ થઈ જવાને કારણે કંપનીનો નફો વધશે.... 

એડલવાઈઝ ( સિમ્પલેકસ ઈન્ફ્રાસ્ટ્રકચર્સ)... 

બ્રોકિંગ હાઉસ એડલવાઈઝે સિમ્પલેકસ ઈન્ફ્રાસ્ટ્રકચર્સના સ્ટોકસમાં 382 રૂપિયાના ટાર્ગેટની સાથે રોકાણની સલાહ આપી છે. બ્રોકિંગ ફર્મને લાગે છે કે ઈન્ફ્રા વર્ટિકલ્સમાં ઉપસ્થિત મુદાઓને જોતા તેને વધારે ઓર્ડર મળવાની શકયતા છે.... 

(નોંધ- સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા પહેલા પોતાના સ્તરે પણ સલાહની તપાસ કરી લો. જોખમના સ્તરને જોતા એક સાથે માર્કેટમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવાના સ્થાને નિયમિત રોકાણની સલાહ છે.) ... 

No comments:
Write comments

Recommended Posts × − +