Saturday, 10 December 2016

હનુમાનના આ ચમત્કારી મંત્રોનો જાપ, બદલી દેશે છે તમારું કિસ્મત


ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જિંદગીમાં કોઈપણ સંકલ્પને સાધવો એટલો આસાન નથી હોતો. સંકલ્પને પૂરા કરવામાં આવતી મુશ્કેલીઓ ઘણીવાર મન અને ઈચ્છાશક્તિને ડામાડોળ પણ કરે છે. એવા સમયે મન અને ઈચ્છાઓ ઉપર કાબૂ કરી મજબૂત ઈરાદાની સાથે જ કોઈપણ લક્ષ્યને ભેદવું શક્ય બને છે. મન અને વિચારોમાં સંતુલન અને ઊર્જા બનાવી રાખવા માટે ધાર્મિક દ્રષ્ટિએ ઈશ્વરમાં આસ્થા અને ધ્યાન સૌથી સારો ઉપાય માનવામાં આવ્યો છે.
હનુમાનજીને પ્રસન્ન કરવા ખાસ મંગળવારે તેમની ઉપાસના કરવામાં આવે છે અને  પૂનમના દિવસે જ હનુમાનજીનો જન્મ થયો હતો તેથી પૂનમના દિવસે ખાસ હનુમાનના મંત્રોથી તેમને પ્રસન્ન કરી શકાય છે. રુદ્રાઅવતાર હનુમાનજીના કેટલાક નાના-નાના પણ ચમત્કારી મંત્ર જેના સ્મરણમાત્રથી દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ જાય છે....

હિન્દુ ધર્મમાં દેવ ઉપાસનાથી શક્તિ, સંયમ અને ઊર્જા પ્રાપ્ત કરવા માટે રુદ્રાવતાર શ્રીહનુમાનનું સ્મરણ કરવામાં આવે છે. શ્રીહનુમાન ચરિત્ર મજબૂત ઈરાદા અને સંકલ્પ શક્તિથી સફળતાનો સંદેશો આપે છે. એટલા માટે જ શનિવારે અને મંગળવાર સિવાય સંયમ અને સાધનાના કાળમાં કોઈપણ રૂપમાં શ્રીહનુમાનનું સ્મરણ સફળતાની ઈચ્છા રાખનારા દરેક માણસ માટે ખૂબ જ શુભ છે.

No comments:
Write comments

Recommended Posts × − +