સ્માર્ટફોનનાં સમયમાં બેટરી લાઈફની ઘણી મોટી સમસ્યા છે. ખાસ કરીને એન્ડ્રોઈડ ડિવાઈસીસમાં બેટરી પૂરી થઇ જવી સામાન્ય બાબત છે. જો કે સ્માર્ટફોનનાં વધારે પડતા વપરાશથી તે સાંજ પડતા જ ડૂલ થઇ જાય છે. જો કે બેટરી જલ્દી પૂરી થવાના અનેક કારણો હોય છે. તો આજે અમે તમને કેટલાક કારણો વિશે જણાવીશું જે તમારી બેટરીને જલદી પૂરી કરી નાખે છે.
- જો તમારી બેટરીનો ઉપયોગ વધારે થાય તો તમારા સ્માર્ટફોનનું લોકેશન સેટિંગ ઓફ કરી દો.
- સ્માર્ટફોનની સ્ક્રીન અન્ય કોઈ પણ ભાગની સરખામણીએ સૌથી વધારે બેટરીનો વપરાશ કરે છે. જો તમે ઈચ્છો છો કે ઓછો બેટરીનો વપરાશ થાય તો તેના માટે બ્રાઈટનેસ ઓછી કરી દો.
- પોતાના ફોનના સેટિંગમાં જઈને એપ્સ પર નજર રાખો, કઈ એપ્લીકેશન કેટલી બેટરીનો વપરાશ કરે છે તે જાણી લો અને તેને બેકગ્રાઉન્ડમાં હંમેશા માટે ઓફ જ રાખો.
- ઈમેઈલ પણ બેટરી પર વધારે અસર કરે છે. જો તમે એકસાથે ઘણા બધા ઈમેઈલ અકાઉન્ટ યૂઝ કરો છો અથવા તો ઘણા બધા ઈમેઈલ રીસીવ કરો છો તો તેમાં વધારે ડેટા ઉપયોગ થાય છે.
- ફોનની સ્ક્રીનમાં 15 સેકન્ડનું ડિસ્પ્લે સ્લીપ સેટિંગ લગાવીને રાખો. જો 15 સેકન્ડ સુધી ફોનમાં કોઈ હલચલ નહીં થાય તો ફોનની સ્ક્રીન ઓટોમેટીક ઓફ થઇ જશે.
- વાઇફાઇ અથવા મોબાઈલ નેટવર્ક નબળું પડે છે, ત્યાં બેટરી જલ્દી પૂરી થઇ જાય છે.

No comments:
Write comments